Rail Budget 2020: તેજસની જેમ દોડાવવામાં આવશે 1000થી વધુ પ્રાઈવેટ ટ્રેન, જાણો અન્ય વિગતો

ભારત સરકાર રેલવે બજેટ (Rail Budget) માં અનેક યોજનાઓ લાગુ કરવા જઈ રહી છે. દેશમાં રેલવે (Railway) ને મંદીમાંથી બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર હવે PPP મોડલ પર વધુ ફોકસ કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (nirmala sitharaman) બજેટમાં જાહેરાત કરી છે કે તેજસ ટ્રેન સેવાની જેમ જ અન્ય ટ્રેનોમાં પણ PPP મોડલનો ઉપયોગ થશે. નવા નાણાકીય વર્ષમાં ભારતીય રેલવેમાં વિભિન્ન યોજનાઓ લાગુ કરાશે. કેન્દ્ર સરકાર રેલવેની કમાણી પર સંપૂર્ણ રીતે ફોકસ કરવા જઈ રહી છે. 
Rail Budget 2020: તેજસની જેમ દોડાવવામાં આવશે 1000થી વધુ પ્રાઈવેટ ટ્રેન, જાણો અન્ય વિગતો

નવી દિલ્હી: ભારત સરકાર રેલવે બજેટ (Rail Budget) માં અનેક યોજનાઓ લાગુ કરવા જઈ રહી છે. દેશમાં રેલવે (Railway) ને મંદીમાંથી બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર હવે PPP મોડલ પર વધુ ફોકસ કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (nirmala sitharaman) બજેટમાં જાહેરાત કરી છે કે તેજસ ટ્રેન સેવાની જેમ જ અન્ય ટ્રેનોમાં પણ PPP મોડલનો ઉપયોગ થશે. નવા નાણાકીય વર્ષમાં ભારતીય રેલવેમાં વિભિન્ન યોજનાઓ લાગુ કરાશે. કેન્દ્ર સરકાર રેલવેની કમાણી પર સંપૂર્ણ રીતે ફોકસ કરવા જઈ રહી છે. 

1150 નવી ટ્રેન PPP મોડલ હેઠળ શરૂ કરાશે
કેન્દ્રીય નાણા મંત્રાલયનું કહેવું છે કે હાલમાં જ PPP મોડલ હેઠળ તેજસ ટ્રેન સેવા શરૂ કરાઈ હતી. કેન્દ્ર સરકાર રેલવેની ઝડપ વધારવા માટે PPP મોડલનો વિસ્તાર કરશે. જે હેઠળ 1150 નવી ટ્રેનો ચલાવવાનો પ્રસ્તાવ છે. આ સેવાઓમાં ખાનગી ભાગીદારીથી પૈસા ભેગા કરાશે. કેન્દ્રીય મંત્રીનું કહેવું છે કે હજુ પણ ભારતીય રેલવેમાં ખર્ચો વધારે અને આવક ઓછી છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

ભારતીય રેલવે માટે સરકારના મુખ્ય પગલાં
- માનવ રહિત રેલવે ફાટકને સમાપ્ત કરાયા છે. 
- 27,000 કિમી લાંબી રેલવે લાઈનનું વિદ્યુતિકરણ કરાશે.
- મુંબઈથી અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ રેલવે કાર્યમાં ઝડપ લાગવવામાં  આવશે. 
- રેલવેના સ્વામિત્વવાળી જમીન પર મોટા પાયે સોલર ક્ષમતા સ્થાપિત કરવાનો પણ પ્રસ્તાવ છે. 
- 550 સ્ટેશનો પર વાઈફાઈ શરૂ થઈ ગયા છે. 
- રેલવેની જમીન પર વિકાસકાર્ય થશે. 
- રેલવેની સાથે સાથે સોલર પ્લાન્ટ પણ લગાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news